મુળી તેજેન્દ્પ્રસાદજી હાઇસ્કૂલનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું
માં સરસ્વતીનું ધામ કહી શકાય એવી સ્કુલને જ્યારે એક ઉમદા આચાર્ય રુપે એક સાચા આરાધક મળે ત્યારે એ સ્કુલ ની કાયા પલટ થઈ જાય છે ત્યારે મુળીમા આવેલ તેજેન્દ્પ્રસાદજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ને હાલ કોરોના કાળ દરમિયાન સ્કુલ બંધ છે એની તક નો લાભ લઈ રંગરોગાન તેમજ રિનોવેશન ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વધુમાં આચાર્ય શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા એ જણાવ્યું હતું કે સ્કુલની આજૂબાજૂ ગાંડા બાવળ ને હટાવી સારા વૃક્ષો વાવી ને સરસ મજાનો બગીચો બનાવવામાં આવશે શાળા પ્રત્યે ની આવી લાગણી હાલના સમયે ભાગ્ય જ જોવા મળે છે આ ઉપરાંત મૂળી કેળવણી મંડળ ના ટ્રસ્ટ્રીપ્રમુખ શ્રી અમિતભાઈ એ તમામ ખર્ચો આપી ગામ માટેની લાગણી વ્યક્ત કરી હતી
જ્યારે આવા આચાર્ય, શિક્ષકો તેમજ ટ્રસ્ટી શ્રી ઓ જેમને શાળા અને ગામના વિદ્યાર્થીઓ પ્રત્યે આટલી બધી લાગણી હોય ત્યારે આપણી પણ ફરજ બને છે કે શાળાને એક મંદિર ના રુપે જોઇ એમાં જ્યાં ત્યાં કચરો ન ફેલાવી એક ચોક્કસ સ્વચ્છતા નું પાલન કરીએ તેમજ જો વૃક્ષો નું વાવેતર થાય તો કે પ્રકૃતિની જાળવણી આપણી ફરજ સમજી ને એ વૃક્ષો ની માવજત કરવામાં આપણે પણ હાથ લંબાવીએ
No comments: