Header Ads

મુળી કેળવણી મંડળની આ વાત તમે નહીં જાણતા હોય

આપણે ઘણી વાતો થી અજાણ હોઇએ છીએ અથવા તો ભુલી ગયા હોય છીએ ત્યારે આજે એક વાત તમને યાદ કરાવવા જ આ પોસ્ટ કરવામાં આવી છે 


         માતૃશ્રી ડાહીબેન રાજપાળ કન્યા કેળવણી મંડળ થી સૌ માહિતગાર હશે જેમને મુળી માં આપણી બહેન દીકરીઓ માટે અલગ શિક્ષણ વ્યવસ્થા માટે ખુબ સુંદર પગલુ ભર્યું હતુ જે તે સમયે ક્ષત્રિય સમાજ માં આપણી દીકરીઓ માટે શિક્ષણ લેવુ થોડુ અઘરુ હતુ ત્યારે આ પરિવાર દ્વારા શિક્ષણ ને પ્રોત્સાહન આપવા માટે ટ્રસ્ટ બનાવી કન્યા શાળા નો પાયો નાખવામાં આવ્યો હતો જે રુણ આપણે ક્યારેય ન ભુલવો જોઇએ તેમજ આ પરિવાર આજે પણ સ્કુલ સાથે જોડાયેલ છે તેમજ આ કેળવણી મંડળ હેઠળ મુળીમાં બે વેલાળામાં એક અને ઉમરડામાં એક એમ કુલ ચાર સ્કુલ કાર્યરત છે 
       આ સિવાય મુળી ખાતે માતુશ્રી ડાહિમાં રાજપાલ શાહ પરિવારે શ્રી શક્તિ મંદિર વિક્રમ સંવત ૨૦૩૫ માં બનાવ્યું અને ત્યાર બાદ બે વરસ પછી એટલે લગભગ છેલ્લા ચાલીસ વરસ થી દર નવરાત્રી એ ફકત ગામની દીકરીઓ અને બહેનો માટે માં ગરબા કરવામાં આવે છે અને દર વર્ષે લગભગ ૨૪ દીકરીઓને લહાનું આપવામાં આવે છે 
હાલ માં તેમનાજ પરિવાર વતી આ પરંપરા જાળવી રાખવા માં આવે છે અને નવરાત્રિ દરમ્યાન ગરબા કરવામાં આવે છે અને પરિવાર ના સભ્યો મુળી 9 દિવસ આવી ને માતાજી ની ભક્તિ કરે છે

- અસ્તુ 

1 comment:

Search This Blog

Pages

Powered by Blogger.