વાંચો વાગબારસનો સાચો અર્થ અને તેનું માહાત્મ્ય
વાગ્ બારસ
આસો વદ બારસ, તા. ૧૨-૧૧-૨૦૨૦ના ગુરુવારે વાગ્ બારસ (વાઘ બારસ નહીં) છે. આ દિવસ ‘વાગ્’ એટલે કે સરસ્વતીની ઉપાસનાનો છે.
આ દિવસે ભગવતી સરસ્વતીના જાપ કરવાથી અદ્ભુત પરિણામ મળે છે. માળા સફેદ અથવા પીળા રંગની લેવી. ઓછામાં ઓછી અગિયાર માળા ગણવી.
અનુકૂળતા હોય તો વધારે પણ ગણી શકાય.
સરસ્વતીના મંત્રો :
(૧) ॐ ऐँ नमः (૨) ॐ वाग्वादिन्यै नमः। (૩) ॐ नमो आयरियाणं सिज्झउ मे सुयदेवी महाविज्जा। (૪) ॐ नमो विज्जाए परम-भगवईए। (૫) ॐ नमो सुअ-देवयाए।
દિવાળીના દિવસોમાં વાગબારશનું સમાજમાં ખાસ ધાર્મિક મહત્ત્વ..:~
વેપારી, જ્ઞાનપિપાસુ તથા સંગીતમાં રસ રુચિ જાળવનાર માટે વાગબારશનું ઘણું અદકેરું માહાત્મ્ય છે. આ દિવસે લેખક, વેપારી પોતાની કલમનું પૂજન કરી મા સરસ્વતીની ઉપાસના કરે છે. વેપારીઓ માને છે કે હિસાબના ચોપડામાં મા સરસ્વતીનો વાસ હોય છે તેથી તેઓ સરસ્વતી પૂજન કરી મનોમન સંકલ્પ કરતા હોય છે કે બને ત્યાં સુધી અનીતિનાં નાણાં વેપારમાંથી લેવાં નહીં.
બને તેટલું નીતિવિષયક જીવવું.મા સરસ્વતીનું પૂજન લેખક, વિદ્યોપાસક, વેપારી તથા સંગીતના અભ્યાસુ ખાસ કરતા હોય છે. કારણ મા સરસ્વતી વિદ્યા, વેપાર, સંગીતનાં અધિષ્ઠાત્રાં દેવી છે.
તેથી તેમનું પૂજન અર્ચન કરવાનું આ મનુષ્યોમાં ભારે માહાત્મ્ય છે. કારણ મા મહાલક્ષ્મીની અપાર કૃપા હોય, પરંતુ મા સરસ્વતીની મહેર ન હોય તો પોતાનાં અજ્ઞાનથી જે તે મનુષ્ય પોતાને પ્રાપ્ત થયેલ લક્ષ્મી ગુમાવી બેસે છે. આથી ધનવાન મનુષ્યોમાં પણ મા સરસ્વતીની કૃપા હોવી આવશ્યક છે.
વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ મેળવી પરીક્ષામાં ઉત્તીર્ણ થવું હોય તો તેમણે આજે મા મહાસરસ્વતીનું પૂજન અર્ચન અવશ્ય કરવું. જે કોઇ વિદ્યાર્થી ગુરુવારે પીળાં વસ્ત્ર અથવા શ્વેત વસ્ત્ર પહેરી મા સરસ્વતીનું પૂજન અર્ચન કરે છે તેના ઉપર મા મહાસરસ્વતીની અપાર કૃપા ઊતરે છે. તેના જ્ઞાન તથા વૈરાગ્ય વધે છે તેથી તે વિદ્વાન તથા સર્વત્ર પૂજાય તેવો બને છે.
અસ્તુ જય માતાજી 🙏
No comments: