મુળી તેજેન્દ્પ્રસાદજી હાઇસ્કૂલ ખાતે વૃક્ષારોપણ
હાલ કોરોના કાળના લઈને આખા દેશમાં જ્યારે શાળા કોલેજો બંધ હાલતમાં રહી છે ત્યારે ઘણી શાળાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે એ સ્વાભાવિક છે પણ હવે નવા સત્રની સાથે શિક્ષકો એ સ્કુલ પર આવી સૌથી પહેલી કાર્યવાહી શાળાને સુંદર બનાવવાની ઉઠાવી છે
મુળી મધ્યે આવેલ તેજેન્દ્પ્રસાદજી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા માં હમણા કોરોના કાળ ના લીધે આજુ બાજુ અસ્વચ્છતા અને બાવળોનું સામ્રાજ્ય ફેલાયું હતુ જે શાળાના આચાર્ય દ્વારા બે દિવસમાં દુર કરવામાં આવ્યુ છે શાળાને રંગરોગાન તેમજ અન્ય સમારકામ કરાવી શાળાને નવા રંગરૂપ આપવામાં આવી રહ્યુ છે ત્યારે આજે સવારે આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યુ હતુ
આચાર્ય ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ શિક્ષક શ્રી જગદીશ દાન ગઢવી, ગીરીરાજસિંહ રાણા અને દીનેશભાઇ જોશી દ્વારા શાળાના પ્રાંગણમાં જુદા જુદા વૃક્ષો રોપવામાં આવ્યા છે તેમજ એની જાળવણી અર્થે પાંજરા પણ મુકવામાં આવ્યા છે પ્રકૃતિ અને પર્યાવરણ માટેની આ લાગણી માટે આપણું મુળી ટીમ તમારી આભારી રહેશે 🙏
No comments: