ગામડું જીવે છે
આમ તો હું તાલુકામાં જીવેલો પરંતુ આજે પણ ગામડામાં જીવવાની મહેચ્છા ખરી પંખીના માળા જેવું ગામ, પક્ષીઓના કલરવ સાથે પડતી સવાર, ગાયોને ચરવા લઈ જતા ગોવાળીયા, તળાવ કે પાણીના કુવે પાણી ભરતી પનિહારી શહેરમાં આવેલા કોંક્રીટ ના જંગલોમાં માણવા ન મળે.
૪ વાગ્યા માં ઘરની મહિલાઓ ઢોરઢાંખર નું કામ પતાવી છાણ વાસીદું કરી એને યોગ્ય જગ્યાએ એકઠુ કરે ખાતર તરીકે ઉપયોગમાં લેવા અને અને જયારે શહેર સૂતું હોય ત્યા ભાત (ભાત એટલે શાક રોટલા છાસ વધીને ગોળનો ગાંગડો) લઈ ખેતરમાં કામ કરવા પહોંચી ગયા હોય હવે તો ગાડા ની જગ્યા ટ્રેકટર જેવા આધુનિક ઓજારો એ લઈ લીધી જરુર એની પણ ઘણી ખરાબ અસરો પણ છે જ પણ લોકો એ ઓછી મહેનતની આધુનિકતા ને અપનાવવી જ યોગ્ય લાગી ઘરના વડીલો થી માંડી નાના પોયરા બધા ખેતરના કાંમમા લાગે હોય જો કે હવે છોકરાવને શિક્ષણ અપાવતા થઈ ગયા છે જૈ સારી બાબત છે એક સમય હતો છોકરુ ત્રિજા ચોથા સુધી જ ભણતુ પછી કામ કરે એવુ થઈ જાય એટલે દફ્તર વર્ષો સુધી એક ખીતીએ લટકાઇ રહેતુ
સુરજ નારાયણ માથા પર ન આવે ત્યાં સુધીની તડતોડ મહેનત રોટલાની મીઠાશ નુ સૌથી મોટુ કારણ હોય શકે છે બપોરના સમયે નવરા થતા સહ પરિવાર ઝાડના છાંયે બેસી છાસ રોટલા ની મિજબાની કદાચ એમના મન તો લ્હાવો જ હશે મેં જોયુ છે એક બીજાને તાયણ કરી છાયસુ ની તાંહરી ભરી દેતા, બટકામાં થી બટકુ બીજાને ખવડાવતા...
ક્રમશઃ
No comments: