બાળકોને ટેવ પાડો ના સાંભળવાની
બાળકો ને પાડો ‘ના’ સાંભળવાની આદત!
બાળકોને યથાસંભવ સુખ-સુવિધા આપવાની વચ્ચે એ પણ જરૂરી છે કે તેમના સંઘર્ષને તડકે મળતો રહે. બાળકોના પગ જમીન પર રહે એ માટે તેમને સતત હા સાંભળવાની કુટેવને બદલે બિનજરૂરી માગણીના જવાબમાં ‘ના’ સાંભળવાની પણ આદત પણ હોવી જોઇએ. બસ એ જ રીતે જેમ શરીરને પ્રકૃતિના સહજ તડકાની જરૂર હોય છે. તડકાની ઉણપને કારણે શરીરમાં વિટામિન-ડીની ઉણપ થતી જાય છે. જેના
પરિણામ પણ સ્વાથ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. કંઈક આ રીતે જ જો બાળકોને સંપર્ષનો તડકો યોગ્ય રીતે ન મળ્યો તો તેની કિંમત જીવનના ઉતાર-ચઢાવના સમયે બહુ જ મોટી ચૂકવવી પડી શકે છે.
માતા-પિતાનું અયોગ્ય વલણ
હકીકતમાં આપણે બાળકોને ના કહેવાનું બંધ કરી દીધું છે. બાળકો જે પણ ફરમાઈશ કરે છે એને તરત આપણે પૂરી કરી દઇએ છીએ. આમાં સમસ્યા બાળકોની ડિમાન્ડમાં નથી, આપણી માનસિક્તામાં છે. બાળકોના ખોટા મોટા ખર્ચની પૂર્તિ આપણે આપણા ખર્ચામાં ઘટાડો કરીને કરી શકીએ છીએ પરંતુ
તેમને ના પાડીને દુઃખી કરવા નથી ઇચ્છતા. ઘણા માતા-પિતા એમ માનતા હોય છે તેમની જેમ અભાવની પરિસ્થિતિમાંથી તેમના બાળકોએ પસાર ન થવું પડે. માતા-પિતાની આ લાગણી ખોટી નથી પણ આવું ન થાય એટલે બાળકની ઈચ્છા પૂરી કરવા ગજા ઉપરાંતનો ખર્ચ કરવાનું વલણ પણ અયોગ્ય છે. બાળકોની વધતી ડિમાન્ડ બાળકોની માંગ મોંઘી ચોકલેટ્સ, સ્કુલ બેગ, ડેસથી આગળ નીકળી ગઈ છે. હવે તે પસંદગીના મલ્ટિપ્લેક્સમાં જ ફિલ્મ, ત્યાંથી જ શોપિંગ, બ્રાન્ડેડ કંપનીમાંથી જ પ્રોડક્ટ ખરીદવા પર આવી ગઈ છે. તેમને એ જ જોઇએ છે જે તેમના સાથીઓની પાસે છે. આપણે બાળકોની માંગને આત્મ સન્માન સાથે જોડી દીધી છે. આપણને લાગે છે કે તેમને ના આપવાથી થી તેમની નજરમાં આપણી પ્રતિષ્ઠા ઓછી થઈ જશે. આપણે આ પરિસ્થિતનો ભાવુક થઈને નહીં પણ તાર્કિક ૨સ્તો શોધવો જોઇએ અને બાળકોને ના પાડવાથી અટકાવું ન જોઇએ
આ પરિસ્થિતિનો ઉકેલ માતા-પિતા પાસે જ છે. તેમણે ઠંડા દિમાગથી શાંત ચિત્ત થઈને બાળકોની સાથે લઈને બેસવું પડશે. તેમને સમજાવવું પડશે કે પરિવારની પ્રાથમિકતા શું છે. સપનાને પૂરા કરવામાં બાળકોને સહભાગી બનાવવું પડશે. ઓછી અને વધુ ઉંમરનો વિચાર કરવાને બદલે દરેક વયના બાળકો ને ના પાડવાની આદત પાડવી ૫ડશે. બાળકોને તો બનાવશો એવા
બનશે. બાળકોને જેટલો પ્રેમ અને સ્નેહથી સમજવશો એટલી ઝડપથી એ ગ્રહણ કરશે. બાળકો જેટલી સરળતાથી "ના"ને પચાવી શકશે, જીવનમાં સંઘર્ષના તડકાનો સામનો પણ તેટલી જ સરળતાથી કરી શકશો. જો તમે તમારા સંતાનને જીવનમાં આગળ વધતું જોવા ઈચ્છતા હશો અને એને ‘ના’ સાંભળતા અને પચાવતા શીખવજો કારણ કે બહારની દુનિયામાં તમે એની મદદ કરવા કે ટેકો કરવા જઇ શકવાના નથી..
-અસ્તુ
No comments: