એક તેતરના કારણે અનેક પરમારોએ પોતાના લીલા માથા આપી દીધા આનાથી મોટી જીવદયા કઇ હોય શકે - રાજુબાપુ (શિવ કથાકાર)
મૂળીના પરમાર પરિવાર દ્રારા શિવકથાનું આયોજન કરાયુ હતુ જેમાં કથાકાર રાજુબાપુ દ્રારા જોમબાઇમાંની વાત કહી એક તેતરને કારણે અનેક લોકોએ જીવ દિધા આનાથી મોટી જીવદયા કઇ હોંય શકે તેમ કહી જીવદયાનુ માહાત્મ્ય સમજાવ્યું હતુ જયારે કથાનો અનેક લોકોએ લાભ લીધો હતો. કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકોને ભેગા કરવા શક્ય
નથી ત્યારે મુળી પરમાર પરિવારના ”સભ્યો દ્રારા સર્વપિતૃ મોક્ષાર્થે ઘરે જ ડીજીટલ કથાનું આયોજન કરાયું
હતુ જેમા લક્ષ્ય ચેનલ તેમજ સોશિયલ મિડિયા દ્વારા લાઇવ કરી શિવ અંશ કાર્તિકેય દર્શન શિવકથાનું આયોજન કરાયુ હતુ જેમાં કથાકાર રાજુબાપુ દ્રારા મુળીમાં આવેલ જોમબાઈમાં મંદિરનું માહાત્મ્ય સમજાવી એક તેતરનાં કારણે અનેક લોકોએ જીવ આપ્યાં આનાથી મોટી જીવદયા કઇ હોઇ શકે તેમ જણાવી જીવદયા માહાત્મ્ય સમજાવ્યું હતુ આ પ્રસંગે વનરાજસિંહ પરમાર રાજેન્દ્રસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં લોકોએ શિવકયાનૉ લાભ લીધો હતો.
No comments: