મુળી ચોવીસી દ્વારા આયોજીત પાઘ, પાઘડી, સાફા અને તલવારબાજી પ્રશિક્ષણ શિબિર
"શ્રી માંડવરાયજી યુવા ગ્રુપ" અને અને શ્રી રાજ ક્ષાત્ર ગૌરવ સંસ્કૃતિક સંસ્થાન" ના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતિ ઉત્થાન યજ્ઞ સમાન પાઘ, પાઘડી સાફા અને શસ્ત્ર (તલવાર બાજી) પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. આ શિબિર ના મુખ્ય અતિથી તરીકે સ્વામિનારાયણ મંદિર મૂળીના મહંત સ્વામીજી, માંડવરાયજી મંદિરના મહંત, મૂળીના ક્ષત્રિયઅગ્રણીઓ એ દીપ પ્રગટ્ય દ્વારા આ શિબિર નો શુભ આરંભ કરાવ્યો હતો તથા પ્રસંગોપાત ઉદબોધન આપ્યું હતું, આ શિબિર માં મુખ્ય પ્રશિક્ષક તરીકે શ્રી રાજ ક્ષાત્ર ગૌરવ સંસ્કૃતિક સંસ્થાન રાજકોટ ના શ્રી વાઘેલા ધર્મરાજસિંહ તથા ટીમના સભ્યો શ્રી ભુપેન્દ્રસિંહ પરમાર, શ્રી જગદેવસિંહ જાડેજા, શ્રી જયદેવસિંહ જાડેજા, શ્રી સત્યપાલસિંહ વાઘેલા, શ્રી માયુરધ્વજસિંહ ઝાલા, શ્રી વિજયસિંહ પરમાર સહીતના યુવાનો એ સુંદર રીતે પ્રશિક્ષણ આપ્યું હતું અને શ્રી હરદેવસિંહજી જાડેજા વિશેષ ઉપસ્થિતરહ્યા હતા. અસ્ત્ર-શસ્ત્ર વિષે વિગતવાર માહિતી અંતર્ગત અપડા પ્રાચીન અસ્ત્ર-શસ્ત્ર જેવાકે ખડક, ખાંડું, ભાલા, સાંગ, બરછી, કટાર, જમૈયો, ચક્ર, અંકુશ, ફરસી, મગદળ, ગદા, ધનુષ્ય-બાણ-શુલ, દ્વીશુલ, ત્રિશુલ વગેરેના પ્રકારો વિદેશી તલવાર, શમશીર અને અન્ય હથિયારોના પ્રકારો ની સમીક્ષા સાથે તેને કેમ સમણવી એ શીખવવામાં આવ્યું હતું આસાથે પાઘ, પાઘડી અને સાફા ના પ્રકારો અને એના વચ્ચેના ભેદ અંગે વિસ્તૃત સમજણ તથા તેને કેમ બાંધવા અને પેહલાના જમાનામાં તે કેમ બંધાતા તેની વિસ્તૃત જાણકારી ને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આવા સુંદર પ્રશિક્ષણ શિબિર ના કાર્યક્રમનું મોભાદાર આયોજન મુળીના શ્રી માંડવરાયજી યુવા ગ્રુપે કર્યું તેમાં શ્રી પ્રદીપસિંહજી પરમાર અને તેમની યુવા ટીમે ખુબ જેહમત ઉઠાવી હતી, આ કાર્યક્રમ મા યુવાઓ, વડીલો અને બાળકિશોરો એ ખુબ મોટી સંખ્યામાં ઉત્સાહ પૂર્વક ભાગ લઇ કાર્યક્રમ ને ભવ્ય સફળતા અપાવી હતી. અને વિશેષ આ કાર્યક્રમ દ્વારા મૂળીના ક્ષત્રિય યુવાનોમાં એકતા અને સંગઠનના અદભુત દર્શન થયા હતા.
ليست هناك تعليقات: